Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : મોબાઈલ ટાવરનાં બેંકસેટ માંથી બેટરી ચોરી કરનાર ઇસમ ઝડપાયો

  • February 09, 2023 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં કુડસદ ખાતે આવેલ મોબાઈલ ટાવરનાં બેંકસેટ માંથી બેટરી ચોરી કરનાર ઇસમને કીમ પોલીસને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, ગત તા.01/0 2/2023નાં રોજ મળસ્કે 4 વાગ્યાની આસપાસ, રોયલ રેસિડેન્સી, કુડસદ, તા.ઓલપાડની સીમમાં કુડસદ-શેખપુર રોડ પર આવેલ ઈન્ડ્સ કંપનીના મોબાઇલ ટાવરના આઉટ ડોર કેબીન ઉપર મારેલ ટાળું તોડી 600 H પાવરના 24 જેટલા સેલની ચોરી થઈ હતી. ઉપરોક્ત મોબાઈલ ટાવરની ચાલુ સીસ્ટમમાં ફિટ કરેલ બેકસેટ જેમાંથી રૂપિયા 1,44,000/-ની કિંમતના 24 જેટલા સેલ ચોરી કરી જતા કીમ પોલીસને જાણ કરી ફરિયાદ કરાઈ હતી.






જેથી કીમ પોલીસે ગુનો નોંધી તપાસ કરતા ચોક્કસ બાતમી મળતા વાપી કબ્રસ્તાન બસ ડેપો પાછળ રહેતો અને ભંગારનો ધંધો કરતા ઈસમ સાકીર સફુર તૈલી (ઉ.વ.40) વાપી, કબ્રસ્તાન, બસ ડેપોની પાછળ, વલસાડ, મૂળ ચંઢેડી, બુઢાના, મુઝફરપુર, યુ.પી નાઓએ ઉપરોક્ત સેલ તોડી તેમાથી શિશુ કાઢી ઊંચા ભાવે વેચનાર હોવાનું જાણવા મળતા પોલીસે તેને પકડવા કમર કસી હતી. સદર ચોરીનો મુદ્દામાલ સમીમ મહેબૂબ આલમ વાપી ખાતે પોતાના કબ્જાની પીકઅપ ગાડી નંબર GJ/05/CU/1260 લઈ વેચાણ અર્થે વાપી ગયા હોય તે માલ ભંગારના ભાવે વેચાણથી લીધેલ હતો.





જેની કબૂલાત સાકીર સફુર તૈલીએ કરી હતી. પોલીસે ચોરીનો મુદ્દામાલ લેનાર રીસીવર આરોપી સાકીર સફુર તૈલી પાસેથી કીમ પોલીસે પીકઅપ કિંમત 3 લાખ તેમજ સેલ 1,44,000 સહિત કુલ રૂપિયા 4,44,000/-નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application