સુરતનાં માંડવી તાલુકાનાં કરંજ ગામની સીમમાં આવેલ અનુપમ રેસિડેન્સીની સામેથી એક અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, માંડવીનાં કરંજ જી.આઇ.ડી.સી. વિસ્તારની સામે અનુપમ રેસિડેન્સીની સામે ઝાડી ઝાંખરી વાળા વિસ્તારમાં અંદાજિત 35 થી 40 વર્ષીય અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા માંડવી પી.આઈ. તેમજ પોલીસ સ્ટાફનાં માણસો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
જોકે પોલીસે સ્થળ ઉપર ગઈ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, અજાણ્યા યુવાનની હત્યા થઈ છે તેના શરીર ઉપરના પીઠ ઉપર તેમજ પગનાં ભાગે લાકડીનાં સપાટા મારવામાં આવ્યા હતા અને પગ ફ્રેક્ચર કરી નાખવામાં આવ્યો હતો એ યુવાનને ઢોરમાર મારી ટોર્ચર કરી હત્યા કરી હત્યા કરાઈ હોવાની શકયતા જણાતા સુરત જિલ્લા LCB પોલીસ સ્ટાફમાં માણસો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથધરી હતી.
જયારે મરણ જનારે શરીરનાં નીચલા ભાગે જીન્સનો પેન્ટ પહેરેલો હતો અને એક હાથના ભાગ પર અંગ્રેજીનાં પહેલી તથા બીજી કેપિટલ અક્ષર જીતેન્દ્રનું છૂંડણું કોતરાવ્યું હતુ પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવાની તજ વીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500