પલસાણાનાં તાંતીથૈયાની એક મિલમાં રાત્રી દરમિયાન તસ્કરો ઓફિસમાં ઘુસી ચોરી કરી ગયા હતા. ઘટના અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે આવેલ અશ્વિની ઇન્ડસ્ટ્રીઝમાં ગત તા.4 જાન્યુઆરીનાં રોજ વહેલી સવારે મિલમાં કાચની બારીમાંથી અજાણ્યો તસ્કર મિલમાં ઘુસી ઓફિસમાં મોટર પ્લાન્ટની બાજુમાં મુકેલ 120 નંગ એલ્યુમિનિયની પટ્ટી ચોરાય ગઈ હતી.
ઘટના અંગે મેનેજર મયુરભાઈ વાકોડેને જાણ કરતા મયુરભાઈ આવી કંપનીમાં લગાવેલા CCTV તપાસતા તા.4 જાન્યુઆરીનાં રોજ સવારે 3 વાગ્યાના અરસામાં અજાણ્યો તસ્કર મિલમાં પ્રવેશી એલ્યુમિનિયની પટ્ટીઓ ચોરી કરતો નજરે ચઢ્યો હતો. જોકે મયુરભાઈએ કડોદરા પોલીસ મથકનાં 30 હજારની ચોરી અંગે ફરિયાદ આપી હતી તે દરમિયાન શનિવારનાં રોજ પલસાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે જોળવા પાટિયા પર એફ.ઝેડ.મોટરસાયકલ નંબર GJ/05/GH/1112 પર ત્રણ ઈસમોને શંકાસ્પદ હાલતમાં જોઈ તેમની પૂછપરછ કરતા ત્રણ પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાનું બહાર આવ્યું હતુ.
આ ત્રણેય ઈસમો પાસે તપાસ કરતા તેમની પાસેથી 120 નંગ એલ્યુમિનિયની પટ્ટીઓ મળી આવી હતી. જોકે પોલીસ પૂછપરછમાં તેઓએ તાંતીથૈયાની એક મીલમાં કાચ તોડી અંદર પ્રવેશી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. પોલીસે વિવેકભાઈ પન્નાલાલ યાદવ (ઉ.વ.19) અને દિવાકર કૃષ્ણા શાહુ (ઉ.વ.25) (બંને રહે.સોની પાર્ક સોસાયટી, શાંતિનિવાસ પેલેસ, મૂળ કટની જિલ્લો મધ્યપ્રદેશ) નાંની અટકાયત કરી 30 હજારની કિંમતની એલ્યુમિનિયની પટ્ટી, મોટરસાયકલ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 75,500/-નો મુદ્દા્માલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500