સુરતનાં કામરેજ તાલુકાના ઓવીયાણ ગામની સીમમાંથી વિદેશી દારૂ સહિત રૂપિયા 22.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એકની અટકાયત કરી તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ જગ્યા ઉપર પ્રોહી-જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસ વડા દ્વારા સુરત L.C.B. ટીમના P.I.ને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેને લઈને સુરત ગ્રામ્ય L.C.B.ની ટીમ આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમો પર બાજ નજર રાખી હતી અને બાતમીદારોને કામે લગાડી દીધા હતા.
સુરત ગ્રામ્ય L.C.B. ટીમને ચોક્કસ મળી હતી કે, પલસાણા તાલુકાના અંત્રોલી ગામના ભૂરી ફળિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગરો ઈશ્વર રમેશ વાંસફોડીયા તથા પ્રકાશ રમેશભાઈ વાંસફોડિયાએ કામરેજ તાલુકાના ઓવીયાણ ગામની સીમમાં નહેરના રસ્તા પાસે એક આઇસર ટેમ્પો જેનો નંબર MH/04/KU/1619માં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી તેમના સાથીદારો દ્વારા નાની ગાડીઓમાં ભરી કાટીંગ કરી સગેવગે કરવાની તૈયારીમાં છે. જે બાતમીનાં આધારે L.C.B.ની ટીમને રેઈડ કરતા પોલીસને સ્થળ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.
જોકે L.C.B.ની ટીમે વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને આઇશર ટેમ્પો સહિત રૂપિયા 22.63 લાખના મુદ્દામાલ સાથે દિનેશ કાળુભાઈ પરમાર નામના ઇસમની અટકાયત કરી હતી. જ્યારે પ્રવીણ વાંસફોડિયા, પ્રકાશ વાંસફોડિયા, ભયલો વાંસફોડિયા, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઈશ્વર વાંસફોડિયા અને રાહુલ જ્યોતિ સહાની નામના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500