સુરતનાં કામરેજ તાલુકાનાં શામપુરા ગામનાં પ્રવેશદ્વાર સાથે ટ્રક અથડાતા પ્રવેશદ્વારનો એક ભાગ ટ્રકની કેબીન પર પડ્યો હતો. જોકે આ અકસ્માતમાં દબાઈ જવાથી ડ્રાઈવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકાનાં જુમકટી ગામે રહેતો શ્યામસિંગ મિરિયાસિંગ વસાવા (ઉ.વર્ષ 60) કામરેજ તાલુકાના ભાદા ગામે રહેતા જીજ્ઞેશ ભરતસિંહ ચાવડાને ત્યાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.
જોકે મંગળવારે રેતીની હેરાફેરી કર્યા બાદ મોડી સાંજે શ્યામસિંગ ટ્રક લઈને માંડવી તાલુકાના અરેઠ ગામે જવા નીકળ્યો હતો તે સમયે શામપુરા વિહાણ માર્ગ પર શામપુરા ગામ પાસે તેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં ટ્રક ગામના પ્રવેશદ્વાર સાથે અથડાય હતી. આથી પ્રવેશદ્વારનો કેટલોક ભાગ ટ્રકના કેબીન પર પડતા શ્યામસિંગ દબાય જતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application