મૂળ જમ્મુ કાશ્મીરનાં ઉદમપુરનાં અને હાલ ખેડા જિલ્લાનાં વડાલા પાટિયા પર વડોદરા અમદાવાદ હાઇવે પર TCI ફાઈટ ખાતે રહેતા અજયકુમાર પુરત ચાંદ નાઓ ગત સોમવારનાં રોજ મોડી રાત્રે 10 વાગ્યાનાં અરસામાં આઇસર ટેમ્પો નંબર GJ/06/XX/5149 લઈ બારડોલીથી પલસાણા તરફના નેશનલ હાઈવે નંબર-53 પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પલસાણાનાં ઘલૂડા ગામનાં પાટીએ એકાએક ટેમ્પો પલટી જતા ચાલક અજયકુમાર ચાંદ ટેમ્પા નીચે ફસાય જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application