Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે આવતાં કાર ચાલકનું મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • February 27, 2023 

સુરતનાં ઝંખવાવ ખાતે રહેતા યુવક કાર લઈ બલેશ્વર ખાતે હાઇવે પરથી રાત્રી દરમિયાન પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કાર ચાલકને ગંભીર ઇજાઓ થતાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, ઝંખવાવ ખાતે અબ્દુલ હમીદ હનીફ મુલતાની છૂટક કાર ડ્રાઇવિંગ કરે છે જેઓના લગ્ન હાલ બે મહિના પહેલા સમરાના સાથે થયા હતા હમીદ છેલ્લા પાંચ દિવસથી રહેમાન પઠાણ નામના શખ્સની વેગનાર કાર નંબર GJ/05/BT/3433 પર ડ્રાઇવિંગ કરતા હતા. જોકે ગત શનિવારે મોડી 11.30 વાગ્યાના અરસામાં રાતે તેઓ વેગનાર કાર લઈ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર-48 પરથી પસાર થઈ રહ્યા હતા.





તે દરમિયાન બલેશ્વર ગામની સીમમાં સંસ્કાર વિદ્યાસંકુલની સામે અજાણ્યા વાહને કારને ટક્કર મારતા હમીદને માથાનાં ભાગે તેમજ જમણા હાથે પગે ગંભીર ઇજાઓ થઈ હતી જોકે આ ગંભીર અકસ્માતમાં ઘવાયેલા હમીદને 108 મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેઓનું રવિવારે બપોરનાં સમયે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ઘટના અંગે મૃતકના મામા અયુબ મુલતાનીએ પલસાણા પોલીસ મથકના અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application