Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટ્રક અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત, ટ્રક ચાલક સામે ગુનો દાખલ

  • February 10, 2023 

સુરતનાં મહુવા તાલુકાનાં વેલણપુર ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો. જોકે ટ્રકની અડફેટે યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મહુવાનાં વહેવલ ઝાડી ફળિયા ખાતે રહેતા હિતેશ પટેલ (ઉ.વ.25) જેઓ બએક્ક લઈને કામ અર્થે ગયા હતા. તે અરસામાં વેલણપુર ગામની સીમમાં વેલણપુર પ્રાથમિક શાળા આગળના વળાંક નજીક ટ્રકના ચાલકે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે અને બેફામરીતે હંકારી લાવી બાઈક ચાલકને અડફેટે લીધો હતો.





જોકે આ અકસ્માતમાં બાઈક ચાલકને પેટના તેમજ કમ્મરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક પોતાના કબ્જાનું વાહન સ્થળ પર જ છોડી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મહુવા પોલીસને જાણ કરવામાં આવતા મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application