ચાર વર્ષ અગાઉ લિંબાયતમાં નવ વર્ષની બાળકી સાથે અડપલાં કરનારા આરોપીને કોર્ટે સાત વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર પક્ષે એપીપી દિપેશ દેવેએ દલીલો કરી હતી. પીડિત બાળકીને વળતરરૂપે રૂપિયા 25 હજાર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ તા.15મી ઓગસ્ટ, 2018નાં રોજ આરોપી પ્રેમચંદ મંડળ ઘર નજીક રહેતી સાત વર્ષની બાળકીને પંખો રિપેર કરવાના બહાને લઈ ગયો હતો અને રસ્તામાં અવાવરુ જગ્યાએ લઇ જઈ તેની સાથે અડપલાં કર્યા હતા.
જયારે આ વાતની જાણ બાળકીનાં પરિજનો થતા આરોપી સામે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં દલીલો બાદ આરોપીને સાત વર્ષની સજા, રૂપિયા દસ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application