Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : દારૂનાં ગુનાનો નાસતો ફરતો આરોપી વાવ ગામેથી ઝડપાયો

  • January 20, 2023 

સુરત એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાનાં માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એલ.સી.બી શાખાના એ.એસ.આઈ તથા સ્ટાફનાં નાઓને સંયુક્ત રાહે બાતમીદાર થકી બાતમી મળી હતી કે, કામરેજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી નામે અજય હરીશભાઈ ગામીત (રહે.નનસાડ ગામ, તા.કામરેજ, જિ.સુરત) નાને વાવ ગામે અમદાવાદ મુંબઈ હાઈવે નંબર-48 ઉપર રોડ ઉપર ઉભેલ છે. જે ઇસમે શરીરે પીળી કલરનું ટી-શર્ટ તથા બ્લુ કલરનું જીંસ પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસની એક ટીમ સ્થળ ઉપર જઇ આરોપી અજય હરીશભાઈ ગામીત (રહે.નનસાડ ગામ, તા.કામરેજ, જિ.સુરત) નાને પકડી પાડી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application