કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિઝનનાં ગુનામાં છેલ્લા 6 મહિનાથી વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત ગ્રામ્ય LCB પોલીસે બાતમી આધારે કિમ ખાતેથી આરોપીને ઝડપી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લા LCB પોલીસ મથકનાં માણસોઓને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહી. ગુનાનો આરોપી પદમલાલ ઉર્ફે રાકેશ વિજય મલીક છેલ્લા 6 મહિનાથી નાસતો ફરતો હતો. જે આરોપી કિમના આશિયાના નગર પાસે ઉભેલો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી પદમલાલને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application