Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટેમ્પો ચાલકે બે મોટરસાઈકલને અડફેટે લેતાં ત્રણ લોકોનાં મોત, ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

  • January 12, 2023 

સુરતનાં પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામની સીમમાં કડોદરા GIDC પોલીસ સ્ટેશનની સામે બેફામ બનેલા આઇસર ટેમ્પાએ એક મોટરસાયકલને અડફેટે લીધા બાદ ટેમ્પા ચાલકે ટેમ્પો પુરઝડપે હંકારી ભાગવા જતા અંત્રોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન સ્ટેશન સામે અન્ય એક મોટરસાયકલને અડફતે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ટેમ્પો ચાલક ત્યાંથી આગળ ભાગવા જતા BRTSની રેલિંગ સાથે ભટકાયો હતો. આ હીટ એન્ડ રનની ઘટનામાં બે મોટરસાયકલ પર સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા.



મળતી માહિતી અનુસાર, પલસાણાનાં અંત્રોલી ગામની સીમમાં કડોદરા GIDC પોલીસ સ્ટેશનની સામે બુધવારે બપોરે 3 વાગ્યાનાં અરસામાં ટેમ્પો નંબર GJ/15/AV/0154ના ચાલકે ટેમ્પો પુરઝડપે ચલાવી સુરત તરફથી આવતી મોટરસાયકલ નંબર GJ/05/FX/4294નાં મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ સવાર ગુલામ જાફર ગુલામ હૈદર ઝરદાવાલા (રહે.સલાબતપુરા, મોમનવાળ સુરત) તેમજ અન્ય ઈસમ સુરેશ ત્રિભુવનભાઈ પટેલ (રહે.ગ્રીન સીટી એપાર્ટમેન્ટ ખડવડ નગર સુરત) નાંને ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.




તે દરમિયાન અંત્રોલી ગામે ગેટ નંબર-2ની સામે અન્ય એક મોટરસાઇકલ નંબર GJ/19/AN/6583નાં ચાલક અંત્રોલી ગામે રામનગરમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ધર્મેન્દ્ર મોહન લાલજી સેન ને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાંથી પણ ટેમ્પો ચાલક ટેમ્પો લઇ પુરઝડપે ભાગવા જતાં આગળ જતાં થોડા અંતરે BTTSની રેલીંગ સાથે ટેમ્પો ભટકાવ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયને તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ મથકના પી.આઈ. અને DY.SP સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application