Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીનું બિમારીનાં કારણે મોત, પરિવારમાં શોકની લાગણી છવાઈ

  • February 02, 2023 

સુરત જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીનું કેન્સરની બીમારીને કારણે મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ખોલવાડ ગામે રહેતા અને સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાશલબા સીસોદીયા (ઉ.વ.34)નાઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી જીવલેણ બિમારીથી પીડાતા હતા જેથી બુધવારે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતુ. પોલીસ કર્મીનાં નિધનથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application