સુરતનાં મહુવા તાલુકાનાં સણવલ્લા ગામનાં ફળિયામાં એક બંધ મકાનમાં બારી તથા ચોખટામાં લગાડેલા લોખંડના એંગલો તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ ઘરનાં કબાટમાંથી સોના-ચાંદીના દાગીનાં અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે મહુવા પોલીસ તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, મહુવાનાં સણવલ્લા ગામે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ભીખુભાઈ ઈછુંભાઈ પટેલનું મકાન તારીખ 27 અને 28 તારીખોનાં બે દિવસ દરમિયાન બંધ હતુ.
જોકે આ દરમિયાન કોઈ અજાણ્યા ચોર તસ્કરોએ બંધ મકાનની બારી તોડી બારીનાં ચોકઠામાં ફીટ કરેલ લોખંડની એંગલોને કાઢી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં મુકેલા કબાટમાંથી સોનાનાં દાગીના અને રૂપિયા 11થી 12 હજાર મળી કુલ રૂપિયા 86 હજારની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જયારે પોતાના ઘરની બારી અને લોખંડની એંગલો તૂટેલી જોતા તેઓએ ઘરમાં કરેલી તપાસમાં ઉપરોક્ત મતાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. બનાવ અંગે મહુવા પોલીસ મથકે ચોરીની ફરિયાદ દાખલ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application