ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં એક યુવતી પર હેવાનિયતની તમામ હદો વટાવવામાં આવી છે. અહીં એક યુવતી સાથે સળંગ સાત દિવસ સુધી 23 યુવકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીની શોધ કરી રહી છે. વારાણસી જિલ્લાના પાંડેયપુર ક્ષેત્રમાં રહેતી યુવતી 29 માર્ચે પોતાના બોયફ્રેન્ડ સાથે ઘરેથી નીકળી હતી. પરંતુ પરત ફરી ન હતી. યુવતી અવારનવાર પોતાના બોયફ્રેન્ડ સાથે બહાર જતી હોવાથી પરિવારજનોને લાગ્યું કે, તે મોડી પરત ફરશે. પરંતુ 4 એપ્રિલ સુધી યુવતી ઘરે ન પહોંચતાં પરિવારજનો ચિંતિંત બન્યા હતા.
પિતાએ લાલપુર-પાંડેપુર પોલીસ સ્ટેશનમાં પુત્રીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તારીખ 4 એપ્રિલના રોજ પુત્રી મળી હતી. પરંતુ તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય થયુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે યુવતીની ફરિયાદના આધારે 12 જાણીતા લોકો અને 11 અજાણ્યા વિરૂદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ સમક્ષ નોંધાવામાં આવેલી ફરિયાદ અનુસાર, યુવતી સાથે 23 જેટલા યુવકોએ હુક્કાબાર, હોટલ અને અન્ય સ્થળો પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. પોલીસે યુવતીનું મેડિકલ કરાવવાની સાથે હુકુલ ગંજ અને લલ્લાપુરમાંથી છ યુવકોની ધરપકડ કરી છે.
જેમાં યુવતીનો બોયફ્રેન્ડ અને હુક્કાબારનો સંચાલક પણ સામેલ છે. યુવતીએ જણાવ્યું કે, મને નશીલા પદાર્થ આપી મારી પર હુક્કાબાર, જુદી-જુદી હોટલ, લોજમાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. યુવતીના પરિવારજનોએ ચાર એપ્રિલના રોજ તેની ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાયા બાદ યુવતી મળી આવી હતી. તે પોતાના પરિવારજનો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી, પણ તે દિવસે તેણે કોઈ આરોપ મૂક્યો ન હતો. તેના એક દિવસ બાદ તેણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કુલ 23 યુવકો પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 10 યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500