સુરતનાં બારડોલી તાલુકાનાં રામપુરા ગામના સરપંચે કોન્ટ્રાકટર અને તલાટીના પ્રેસરથી આત્મહત્યા કરી લેતા બારડોલી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, રામપુરા ગામનાં સરપંચ વિજયભાઈ બાબુભાઇ પટેલ (ઉ.વ.34) પત્ની હિમાક્ષી, પુત્રી વૈભવી, પિતા બાબુભાઇ અને માતા લક્ષ્મીબેન સાથ રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી ગામમાં ચાલતા વિકાસના કામોને લઈ કોન્ટ્રાકટર અને તલાટી દ્વારા ભારે દબાણ કરવામાં આવતું હોય તેઓ તણાવમાં રહેતા હતા.
જોકે રવિવારનાં રાત્રે જમીપરવારી પરિવાર સાથે સૂઈ ગયા હતા. જોકે બીજા દિવસે સોમવારે સવારે 6 વાગ્યે પરિવારનાં સભ્યો ઉઠતાં વિજય ઘરમાં પતરાંની છતના પાઇપ સાથે સાડીના ટુકડાથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોએ બૂમાબૂમ કરતાં આજુબાજુનાં રહીશો પણ દોડી આવ્યા હતા અને વિજયને નીચે ઉતારી તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application