માંડવીનાં નૌગામા ગામમાં એક જન્મથી મૂક યુવક ઘરે જતો હતો ત્યારે ફળિયાનાં એક ઈસમે રૂપિયાની માંગણી કરી હતી જેથી યુવકે ના પાડતા ઉશ્કેરાઈ જઈ યુવકને માથામાં લાકડીનાં સપાટા મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે નજીવી બાબતે યુવક પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબા, માંડવી નૌગામા ગામનાં નવું ફળીયુમાં રહેતા પ્રભુભાઇ ડાહ્યાભાઇ પટેલની પત્ની અંબા બેન ગામના પાદરે શેરડી કાપવાના પાડાવ પાસે શાકભાજી વેચવા માટે ગઇ હતી.
જોકે થોડીવાર પછી જન્મથી બોલી નહિ શકતો 27 વર્ષીય દીકરો નનિલેશ પણ ત્યા ગયો હતો અને સાંજના માતાને નિલેશે ઘરે જવા માટે કહેતા તે રસ્તે ચાલીને ઘરે જવા નિકળયો હતો. સાંજના સાડા સાતેક વાગ્યે ફળીયામાથી પસાર થતી વખત નિલેશભાઈ પાસે, ફળિયામાં રહેતા ભરતભાઇ ચંદુભાઇ રાઠોડે પૈસાની માગણી કરતા તેને પૈસા આપવા માટે ના પાડતા તે એકદમ ઉશેરાઇ જઇ નાલાયક ગાળો આપી તેના હાથમાની લાકડીથી નિલેશને માથામા જમણી બાજુ એક સપાટો મારી ઇજાગ્રસ્ત કર્યો હતો.
જયારે હુમલો જોતા ફળિયાના લોકોએ બચાવ્યો હતો અને નિતેશને માથામાં લોહી નિકળતા અરેઠ ખાતે આવેલ સરકારી દવાખાનામા સારવાર માટે લઇ ગયેલા અને ત્યાં પ્રાથમિક સારવાર કરાવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી ભરતભાઇ ચંદુભાઇ રાઠોડ વિરૂદ્ધ માંડવી પોલીસમાં ફરિયાદ આપતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500