Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : બે ભાઈઓ વચ્ચેનાં ઝઘડામાં મોટાભાઈએ ઉશ્કેરાઈ ફટકો મારતાં નાનોભાઈ લોહી લુહાણ થયો, મોટાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • September 12, 2022 

બારડોલી નગરમાં બે ભાઈઓ વચ્ચે તકરાર થતાં મોટાભાઈએ ઉશ્કેરાઈ ગયા બાદ રિક્ષા માંથી લોખંડની ટોમી લાવી નાનાભાઈનાં માથામાં મારી તેને લોહી લુહાણ કરી દીધો હતો. બનાવ અંગે નાનાભાઈએ મોટાભાઈ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ બારડોલીનાં માંગી ફળિયામાં રહેતા વિશાલ સંજ્યભાઈ વેન્થે હાલ નગીન દેસાઈની ચાલમાં પત્ની પરિવાર સાથે ભાડાનાં મકાનમાં રહે છે. જોકે એમનો મોટોભાઈ નિલેશભાઈ સંજયભાઈ વેન્થે આર્યા રેસિડેન્સી, ગંગાધરા પલસાણા ખાતે રહે છે.




જોકે વિશાલભાઈનાં મમ્મી અને પપ્પા વચ્ચે તકરાર ચાલતી હોય તેના પપ્પા સંજયભાઈ વેન્ચે હાલ બારડોલી નાના પુત્ર વિશાલ સાથે રહે છે જ્યારે તેમની માતા અને બહેન મોટાભાઈ સાથે ગંગાધરા ખાતે રહેતાં આવ્યા છે. માતા અને મોટા બહેન ફરિયાદીના પત્ની સાથે નારાજ રહેતાં હોય તેઓ સંબંધ રાખતા નથી. જોકે ગત તા.9નાં રોજ સાંજે 5 કલાકે વિશાલભાઈનાં માતા અને બહેન સોસાયટીમાં આવ્યાં હતાં અને વિશાલભાઈની પત્ની સાથે ઝઘડો કરી ચાલી ગયા હતા.




ત્યારબાદ રાત્રીનાં 11 કલાકે ગંગાધરા ખાતે રહેતો મોટોભાઈ બારડોલી આવ્યો હતો અને નાનાભાઈ વિશાલને કહ્યું કે, તું મમ્મી અને બહેન સાથે કેમ ઝઘડો કર્યો હતો એમ કહી ફરિયાદી અને તેની પત્ની આરતીને અપશબ્દ બોલવા લાગ્યો હતો અને ઉશ્કેરાટમાં આવી જઈ ઢીકમુક્કીનો માર માર્યો હતો. તેમજ સોસાયટીમાં ધમાલ થાય તો મુશ્કેલી પડે એવા વિચાર સાથે દંપતી જુના બસ સ્ટેન્ડ તરફ ચાલી ગયા હતાં.




જયારે મોટોભાઈ નિલેશ વેન્થે ત્યાં પણ રિક્ષા લઈ પહોંચી ગયો હતો અને અપશબ્દ બોલી ઝઘડો કરવા માંડ્યો હતો. વિશાલભાઈએ ગાળ બોલવા ના કહેતાં મોટોભાઈ નિલેશ ઉશ્કેરાઈ ગયો હતો અને રિક્ષામાં પડેલી લોખંડની ટોમી કાઢી લાવી તેના વડે વિશાલ ના માથાના પાછળના ભાગે મારી દીધી હતી જેથી વિશાલ લોહી લુહાણ થઈ પડી ગયો હતો.




આ સમયે તેનો સાળો દોડી આવતાં આરોપી પોતાના નાના ભાઈને જાન થી મારી નાખવાની ધમકી આપી બાદમાં નાસી ગયો હતો. માથામાં ગંભીર ઇજા પામેલા વિશાલ ભાઈ વેન્થેને સારવાર માટે સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે બારડોલી રૂરલ પોલીસ મથકમાં નિલેશ સંજ્ય ભાઈ વેલ્થે (૨હે.ગંગાધરા ) સામે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application