કામરેજ વિસ્તારમાં રહેતા એક પરિવારનો સદસ્ય રજાના દિવસે ઘરે હતો અને મોડી સાંજે પગપાળા કચરો ફેંકવા અને રિચાર્જ કરવા સોસાયટીની બહાર નીકળ્યો તે સમયે અજાણી કારનાં ચાલકે યુવકને અડફેટે લેતા ઈસમનું મોત થયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ રાજકોટના વીંછીયા જિલ્લાના અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નનસાડ કામરેજ રોડ પર આવેલ વર્ણી એપાર્ટમેન્ટમાં 302 નંબરના મકાનમાં ભાડેથી રહેતા નીતિનભાઈ ભુપતભાઇ સાકડીયા નાઓ પત્ની અને બે બાળકો તેમજ તેમના ભાઈ સાથે રહેતા હતા.
તેમજ હીરા ઘસવાનું કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતા હતા જયારે શનિવારના રોજ નીતિનભાઈ પોતાના ઘરે જ હાજર હતા ત્યારે મોડી સાંજે રિચાર્જ કરાવવા માટે તેમજ કચરો ફેંકવા માટે બહાર નીકળ્યા હતા તે સમયે ઘર આગળ જ અજાણ્યા કાર ચાલકે નીતિનભાઈને અડફેટે લેતા યુવકને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
જેથી 108ની મદદથી નીતિનભાઈને કામરેજ પી.એસ.સી. ખાતે લઈ જવાતા મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. ઘટના અંગે મૃતકની પત્નીએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500