સુરત ગ્રામીણનાં કોસંબા પોલીસ મથક વિસ્તારમાંથી એક પ્રોવિઝન સ્ટોરમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ 15 હજારથી વધુની ઇ-સિગેરટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી માહિતી અનુસાર, સુરત જિલ્લા ગ્રામ્યની કોસંબા પોલીસ મથકના માણસોને સયુંકત રાહે મળેલી બાતમી આધારે કોસંબા પોલીસ મથક વિસ્તારમાં આવેલ જી-ભાઈ પ્રોવિઝન સ્ટોર માંથી જુદી-જુદી બ્રાન્ડની ભારતમાં પ્રતિબંધિત એવી ઇ-સિગરેટને કબ્જે લીધી હતી. જોકે પોલીસે દુકાનમાંથી કુલ 15 હજારથી વધુની ઇ-સિગરેટ સાથે દુકાનદાર મહમદ અલી યાકુબ પટેલ (રહે.જુના કોસંબા, જૂની મરિયમબાઈ હોસ્પિટલની બાજુ પાસે, તા.માંગરોળ જી.સુરત) નાની અટકાયત કરી ગુના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application