Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં સઠવાવ ગામ પાસે બે મોટરસાઈકલ વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત

  • March 21, 2023 

સુરતનાં માંડવી તાલુકાનાં સઠવાવ ગામ પાસે માંડવી ઝંખવાવ રોડ પર બે મોટરસાયકલ સામસામે અથડાતાં એકનું મોત થયું હતું. જ્યારે પત્ની અને પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં તરસાડા ખુર્દ ગામના ગોડાઉન ફળિયામાં રહેતા નિલેશ બાબુ ચૌધરી (ઉ.વ.38) શનિવારે સાંજે તેની પત્ની સુરેખા અને ચાર વર્ષની પુત્રી મનસ્વી સાથે સઠવાવ ગામના હાટ બજારમાં ગયા હતા.




જ્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે માંડવી ઝંખવાવ રોડ પર સઠવાવ ગામ પાસે સામેથી આવી રહેલી મોટરસાયકલ તેમની મોટર સાયકલનેટક્કર મારી હતી. આ અકસ્માતમાં પત્ની સુરેખા અને પુત્રી મનસ્વીને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે નીલેશનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application