સુરતનાં કામરેજ તાલુકાના હલધરૂ ગામે આવેલ 42 ગાળા ફળિયા ખાતે રહેતા 32 વર્ષીય અનિતાબેન ચૌહાણ 9 વર્ષીય પુત્ર જેસીશ તેમજ પતિ જયનભાઈ સાથે રહી મજૂરી કામ કરે છે. જોકે તેઓ ગત તારીખ 29 ઓગસ્ટના રોજ પતિ જયનભાઈની તબિયત સારી ના હોય તેઓ મજૂરી કામે ગયા ના હતા. પરંતુ કામરેજના ઓમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલા એંજલ ટેક્ષ ટાઇલ્સ નામના ખાતામાં મજૂરી કામ કરતા પત્ની અનિતાબેનને તેઓ પોતાની મોટરસાઇકલ પર છોડવા ગયા હતા.
જ્યાંથી તેઓ તેમને છોડીને પરત ફર્યા હતા. બપોરના ત્રણેક વાગ્યા આસપાસ અનિતાબેને તેમના મોબાઇલ પરથી પતિ જયનભાઈને ફોન કરતા અજાણ્યા વ્યકિતએ ફોન ઉપાડતાં અનિતાબેનને તેમના પતિ ખાનપુર ગામે આવેલી નહેર પાસેના થાંભલા પરથી પડતાં ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન હોવાનું જણાવતા અનિતાબેન તેમના મજૂરી સ્થળેથી ઘટના સ્થળ ખાનપુર ગામે આવી ગયા હતા. ઘટના સ્થળે આવી પહોંચેલી 108 મારફતે ઇજાગ્રસ્ત જયનભાઈને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે તેમને માથામાં તેમજ જમણા હાથ પગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયનભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે મૃતક જયનભાઈના પત્ની અનિતાબેન ચૌહાણે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application