સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઇન્ટ પાસેના વિષ્ણુ નગરમાં 60 નંબરના મકાનમાં રહેતા સંતોષ કુમાર રામસુરત સીંઘ પોતાની હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર GJ/05/KS/2647 પર મિત્ર મહેન્દ્ર રાધેશ્યામ પ્રજાપતિ સાથે સોમવારે મોડી સાંજે બારડોલી જવા નીકળ્યા હતા જે દરમિયાન જોળવા પાટિયા નજીક બગુમરા ગામની સીમમાં કડોદરા બારડોલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતાતે સમયે પુરઝડપે પાછળથી આવતા એક અજાણ્યા વાહન ચાલકે સંતોષ કુમારની મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાઇકલ પર સવાર બંને ઈસમો રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી.
જોકે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અજાણ્યો વાહન ચાલક ગાડી લઈ નાસી છૂટ્યો હતો હોસ્પિટલમાં ગંભીર ઇજાઓ સાથે સારવાર લઈ રહેલા સંતોષ કુમાર રામસુરત સીંઘનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા મહેન્દ્ર રાધેશ્યામ પ્રજાપતિ હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે ઘટના અંગે મૃતકમાં પુત્ર દીપેશ સંતોષ સિંગે પલસાણા પોલીસ મથકના અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application