Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, 6 વોન્ટેડ

  • January 18, 2023 

કડોદરા GIDC પોલીસ પી.આઈ. તેમજ તેમના સ્ટાફને મળેલી બાતમીનાં આધારે પલસાણાનાં  વાંકાનેડા ગામે રેઈડ કરી વાંકાનેડા ગામની હદમાં પાટીચાલમાં રહેતા ધ્રુવ ઉર્ફે ધુળો પટેલનાં મકાનને અડીને આવેલ દીવાલની બાજુમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની નાની મોટી 324 નંગ બોટલો મળી આવી હતી.




જોકે પોલીસે સ્થળ પરથી ઋષભ ગોપાલધર દુબે (રહે.વાંકાનેડા પાટીચાલ, તા.પલસાણા) નાને ઝડપી પાડી રૂપિયા 64,200/-નો દારૂ કબ્જે કરી ગુનામાં સંડોવાયેલા 6 ઈસમોને પરેશભાઈ ઈશ્વરભાઈ પટેલ (રહે.આનંદ નગર, ચલથાણ), નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ (રહે.સરગમ કોમ્પ્લેક્ષ, કડોદરા), ધ્રુવ ઉર્ફે ધુળો સન્મુખભાઈ પટેલ (રહે.વાંકાનેડા), સાગર મોદી (રહે.વાંકાનેડા), કિશન ઉર્ફે શની પટેલ (રહે.પાટીચાલ) અને ભાવેશ પટેલ (રહે.સેલવાસ )નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application