બારડોલી તેમજ મહુવા માંથી અલગ-અલગ જગ્યાએથી બે ગુનામાં 53 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી બે મહિલાને ઝડપી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર એલ.સી.બી શાખાનાં અધિકારી પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, વલવાડા ગામ હટવાડા ફળીયામાં રહેતી લીસ્ટેડ પ્રોહી. બુટલેગર શબાના રમેશભાઇ પટેલ નાનીએ તેના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને છુટકમાં વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરી જુદી જુદી બ્રાન્ડની 251 નંગ બોટલો ઝડપી પાડી શબાના રમેશભાઇ પટેલની અટક્યાત કરવામાં આવી હતી તેમજ બીજા બનાવમાં LCB પોલીસ સ્ટાફનાં માણસોને નાઓને બાતમી મળી હતી કે, કડોદ ગામે આવેલ મહાદેવ દેસાઇ ફળીયામાં રહેતી હેતલબેન દિવ્યેશભાઇ પરમાર નાનીએ તેના ઘરથી થોડે દુર આવેલ નિરૂબેનના ઘરની પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.
તેમજ તેમાથી થોડો થોડો જથ્થો પોતાના ઘરે લાવી છુટકમાં વેચાણ કરે છે અને હાલ વેચાણ ચાલુ છે તેવી ચોકકસ બાતમી આધારે સ્થળ પરથી જુદી જુદી બ્રાન્ડની 140 બોટલો ઝડપી ગુનામાં હેતલબેન દિવ્યેશભાઇ પરમારને ઝડપી નિરંજન ઉર્ફે ટીનકો ગામીતને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે બંને ગુનામાં કુલ રૂપિયા 53,775 હજારનો વિદેશી દારૂ કબ્જે લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500