સુરત શહેરમાં બે ઠગ મહિલાએ ભટારનાં ઉદયદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધ દંપતીને પણ અમને જમવાના પણ ફાંફા છે એમ કહી ઘરઘાટી તરીકે નોકરી મેળવી રૂપિયા 5.47 લાખની લઈ રફુચક્કર થઇ ગયાની ફરીયાદ ખટોદરા પોલીસમાં નોંધાય છે. બનાવની વિગત એવી છે કે, ભટાર ઉમા ભવનની બાજુમાં ઉદયદીપ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત વૃધ્ધ નારાયણપ્રસાદ નંદલાલ ચિતલાંગીયા (ઉ.વ.77) ગત 13 ફેબ્રુઆરીએ પત્ની ક્રિષ્નાદેવી (ઉ.વ.70) સાથે શીવમંદિરે દર્શન કરી પરત ઘરે જઇ રહ્યા હતા. તે સમયે રહેણાંક સોસાયટીના ગેટ પાસે બે મહિલાએ અટકાવી પોતાનું નામ ગીતા અને કાજલ અને માતા-પુત્રી હોવાનું કહી ભટાર ચાર રસ્તા નજીક ઝુપડામાં રહે છે એમ કહી કામકાજ શોધી રહ્યા છે એવુ કહ્યું હતું.
પોતાની પાસે જમવાના પણ ફાંફા હોવાનું કહેતા વૃધ્ધ દંપતીએ માનવતાની રાહે પોતાના ઘરે લઇ જઇ ઘરકામ માટે રૂપિયા 1800/-ના પગારે બંનેને કામ આપ્યું હતું. જોકે શરૂઆતના બે દિવસ રાબેતા મુજબ સવારે કામ કર્યુ અને ત્રીજા દિવસે પણ કામ માટે બંને આવ્યા બાદ અમે બીજું કામ શોધવા જઇએ છે, બપોર પછી આવીને કામ પતાવી દઇશું એમ કહી બંને કામ કર્યા વગર ચાલી ગઇ હતી. જોકે સાંજના સમયે નારાયણપ્રસાદે બેડરૂમનો કબાટ ખોલતા તેમાંથી રોકડા રૂપિયા 2.97 હજાર, સોનાની ચેઇન, બંગડી, વીંટી, કાનની બુટ્ટી તથા ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 5.47 લાખ ચોરી થયાનું માલુમ પડતા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500