પલસાણાનાં જોળવા ગામમાં રહેતો અને મંડપનાં વ્યવસાય સાથે જોડાયેલ યુવકએ મંડપનાં ગોડાઉનમાં ફાંસી ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. બનાવ અંગે પલસાણા પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રનાં અમલનેર તાલુકાનાં રહેવાસી અને હાલ પલસાણા તાલુકાનાં જોળવા ગામે નક્ષત્ર સોસાયટી ઘર નંબર-734માં રહેતા અવિનાશ શાંતારામ પાટીલ (ઉ.વ.26) નાએ સાંઈ મંડપ સર્વિસ નામથી મંડપ સર્વિસનું કામ કરે છે. જોકે તેઓનું ગોડાઉન જોળવા ખાતે સાઈદીપ સોસાયટીના મકાન નંબર-636માં આવેલું છે.
જોકે બુધવારનાં રોજ સાંજના સમયે અવિનાશ પાટીલે પોતાના ગોડાઉન સાંઈદિપ સોસાયટી ઘર નંબર-636માં સિલીંગ ફેનના હુક સાથે ઓઢણી બાધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતકની ભાભી જમવા માટે શોધતી શોધતી ગોડાઉન પર જતાં તેમને ઘટનાની જાણ થઈ હતી. સમગ્ર મામલે મૃતકના ભાઈ ઉદેશિંગ શાંતારામ પાટીલે પલસાણા પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application