સુરતનાં માંડવી તાલુકાનાં બુણધા ગામે રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર માકડ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જોકે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, માંડવીનાં બુણધા ગામે નિશાળ ફળિયામાં રહેતી અને મજૂરી કામ કરતી 20 વર્ષીય યુવતી મિત્તલ મહેશભાઈ ચૌધરીએ રાતનાં સમયે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં મુકેલી માકડ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
જોકે ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓએ તાત્કાલિક 108ને જાણ કરી યુવતીને માંડવી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી, જ્યાં યુવતીની સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન 20 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે માંડવી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application