સુરતનાં કામરેજ ચાર રસ્તા નજીક ચોર્યાસી ગામ પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ-48 પર ટોલનાકુ કાર્યરત છે. જોકે અત્યાર સુધી રોડની જાળવણી તેમજ ટોલટેક્સ ઉઘરાવાનો કોન્ટ્રાકટ IRB કંપની પાસે હતો. પરંતુ 6 માસ પહેલા કોન્ટ્રાકટ પૂરો થતાં હાલ આ ટોલનાકુ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે છે. આ ટોલનાકાની ટોલ ઉઘરાવાની જવાબદારી NHAI એ ખાનગી કંપનીને આપી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના GR મુજબ કોઈ પણ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી નથી. પરંતુ IRB દ્વારા GJ/5 તેમજ GJ/19 પાર્સીંગનાં વાહનો માટે ટોલ માફી આપવામાં આવી હતી. જયારે હવે IRBનો કોન્ટ્રાકટ પૂરો થતા NHAI દ્વારા સરકારના GR મુજબ ટોલ વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જોકે સ્થાનિકોનાં વાહનોને અત્યાર સુધી ટોલ મુક્તિ આપવામાં આવી હતી. તેઓ પણ હવે તારીખ 5 ફેબ્રુઆરીથી ટોલ ભરવો પડશે. NHAI દ્વારા ખાનગી સ્થાનિક વાહનોને દૈનિક 20 રૂપિયા તેમજ માસિક પાસની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જયારે સ્થાનિક કોમરસીયલ વાહન માટે 50 ટકા રાહત આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. વાહન ચાલકોને આ તમામ સુવિધા માત્રને માત્ર ફાસ્ટેગ મારફતે મેળવી શકાશે અને રોકડ વહેવારમાં વાહન ચાલકોને કોઈ પણ જાતની છૂટ છતાં મળશે નહીં. વાહન ચાલકોએ પુરે પુરો ટેક્સ ભરવાનો રહશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application