સુરતનાં કામરેજ તાલુકાનાં જોખા ગામે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેઈડ કરી દારૂની કાટિંગ કરી રહેલા 4 ઈસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, એલ.સી.બી સુરત ગ્રામ્યનાં કર્મચારીઓ સુરત ગ્રામ્ય જિલ્લામાં અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીગમાં હતા.
તે ખાનગી બાતમીદાર થકી બાતમી મળી કે, કામરેજ તાલુકાનાં નનસાડ ગામ ખાતે રહેતો ગણપતસીંગ રાઠોડનાનો તેના માણસો સાથે એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર MH/04/JU/8816માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને જોખા ગામની સીમમાં વાવ ગામથી મોરથાણા જતા રોડની બાજુમાં આવેલ તળાવ પાસે ખુલ્લી જગ્યામાં અલગ-અલગ વાહનોમાં સગેવગે કરી રહેલ છે.
તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસની એક ટીમ સ્થળ પર ગઈ રેઈડ કરતા સ્થળ પર મહિન્દ્રા પીકઅપ ગાડીમાંથી દારૂનું કાટિંગ કરી રહ્યા હતા. પોલીસે અન્ય એક વાહન નિશાન કંપનીનાં ટોરેટો કાર નંબર GJ/05/JK/0408 નાને કબ્જે લઈ બંને વાહન માંથી પોલીસે વિદેશી દારૂની 355 બોટલ કબ્જે કરી આરોપી ગણપતસિંગ રાઠોડ, રાણાભાઈ રંગારામ ચૌધરી, માનસિંગભાઈ ચૌધરી અને રતનભાઈ મોચી નામનાં 4 આરોપીને ઝડપી બંને વાહન મળી કુલ રૂપિયા 7,14,300/-નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500