Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમનાર ચાર જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • January 16, 2023 

કડોદરામાં ચકલી પોપટ ઉ૫૨ જુગા૨ રમનાર ચાર ઇસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહીતી અનુસાર, કડોદરા પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે, કડોદરા નગર સ્થીત ક્રીષ્ણાનગરમાં આવેલ મેવાડ ભવનની આગળ રોડ ૫૨ જાહેરમાં કેટલાક ઇસમે ચલકી પોપટનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે પોલીસે ઉપર જઈ રેડ કરી ત્યાં તાડ પત્રી મુકી લોકો પાસે પૈસા મુકાવી હાર જીતનો જુગાર રમી રહ્યા છે.




જેથી કડોદરા પોલીસે સ્થળ પર જઇ રેઇડ કરતા મંગલસીંગ સુર્યવંસી (રહે.વરેલી, ગીત ગોવીંદ સોસાયટી, મુળ રહે.મધ્યપ્રદેશ, રાજુ ગાંધી રાય (રહે.ચલથાણ, ગ્રામ પંચાયતની ઓફીસ પાસે, મરઘા ફાર્મની ગલીમાં, મુળ રહે બીહાર), બીપીન ગોપાલસીંગ ભુમીયાર (રહે.કડોદરા, ભગુનગર, મુળ રહે.બિહાર) તેમજ તીગેન્દરસીંગ ઉર્ફે ટીકાસીંગ શ્રીકૈલાસસીંગ (રહે.ચલથાણ પાટીચાલ, મુળ રહે. ઝારખંડ) નાઓને પોલીસે જડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application