સુરતનાં કામરેજ તાલુકાનાં વેલાંજા ગામની સીમમાંથી અલગ અલગ વાહનોમાં ભરી સગેવગે થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે વિદેશી દારૂના જથ્થા સાથે 2 કાર અને 2 મોટરસાઇકલ મળી આવી હતી જયારે સુરતનાં કુખ્યાત બુટલેગર સહીત 7 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સુરત LCB પોલીસનાં પી.એસ.આઈ. અને તેમના સ્ટાફને નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત શહેરમાં રહેતો કુખ્યાત બુટલેગર માંગીલાલ મારવાડી અને કામરેજના ઘલુડી ખાતે રહેતો રઘુ ભકાભાઈ સભાડે ભેગા મળી તેમના સાગરિતો સાથે વેલાંજા ગામની સીમમાં તળાવની બાજુમાં આવેલા ખુલ્લા કંમ્પાઉન્ડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઉતારેલો છે.
તેમજ ત્યાંથી અલગ અલગ વાહનોમાં ભરી સગેવગે કરવાની પેરવીમાં છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેઈડ કરી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો નંગ 5,280 જેની કિંમત રૂપિયા 6.99 લાખ અને સ્વીફ્ટ કાર 2 તથા 2 મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 13,69,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે પોલીસની રેડ જોઇ બંને કુખ્યાત બુટલેગર સહીત અન્ય 5 જેના નામ ઠામ સરનામાની ખબર નથી તેઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500