સુરતનાં કડોદરા CNG પંપની સામેથી મહિન્દ્રા પીકઅપ ટેમ્પોમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 1,83,600/-નાં વિદેશી દારૂનાં જથ્થા સાથે રૂપિયા 4.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એકની અટક્યાત કરી હતી, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કારબામાં આવ્યા હતા.
સુરત જિલ્લાનાં LCB પોલીસનાં સ્ટાફનાં માણસો ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો નંબર MH/48/AY/7710નો ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કડોદરા CNG પંપની સામે આવેલ સર્વિસ રોડ ઉપરથી સુરત તરફ પસાર થનાર છે.
જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનો ટેમ્પો આવી ચડતા તેને રોકી પાછળનાં ભાગે તલાશી લેતા વિદેશી દારૂની બોટલો નંગ-2244 જેની કિંમત રૂપિયા 1,83,600/- અને મહિન્દ્રા પીકઅપ ટેમ્પો, 2 નંગ મોબાઈલ અને રોકડ મળી 4,93,620/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે લક્ષ્મીકાંત ઇન્દ્રાજ યાદવની અટક કરી છે. જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરનાર મોહન નામનો ઇસમ અને જથ્થો લેનાર એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500