સુરતનાં માંડવી તાલુકાનાં તરસાડાબાર ચાર રસ્તા પરથી દારૂ ભરેલ ટ્રક સુરત જિલ્લા L.C.B. પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે રૂપિયા 12.24 લાખનો દારૂ, ટ્રક સહિત કુલ રૂપિયા 22.27 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા L.C.B. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે, એક ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલો છે અને આ ટ્રક બાજીપુરાથી માંડવી ખાતે આવતા રોડ ઉપર થઇ પસાર થનાર છે. જે બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવી માંડવી તાલુકાના તરસાડા બાર રસ્તા ઉપર બાજીપુરાથી માંડવી આવતા રોડ પર નાકાબંધી કરી ટ્રક ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 12.24 લાખનો દારૂનો મુદ્દમાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલક મેહુલ વાલજીભાઈ સીતાપરાની ધરપકડ કરી હતી. આમ, પોલીસે રૂપિયા 12.24 લાખનો દારૂ, 1 નંગ મોબાઈલ અને 10 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂપિયા 22.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ઘટનામાં સવજી માનસિંગભાઈ માતાસુરિયા તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક વાપી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આપવા આવનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500