Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ઓફિસનાં તાળાં તોડી રૂપિયા 3.40 લાખ રોકડ અને હીરાની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • February 01, 2023 

કતારગામમાં હીરાનાં કારખાના સહિત 3 ઓફિસનાં તાળાં તોડી તસ્કરોએ રૂપિયા 3.40 લાખની રોકડ અને હીરાની ચોરી કરી ગયા છે અને સાથે CCTVનું ડીવીઆર પણ ચોરી ગયા છે. કોઝવે રોડ પર માધવ કુંજ રો-હાઉસમાં રહેતા 42 વર્ષીય યોગેશ કેવડીયાએ ફરિયાદ આપતા ચોકબજાર પોલીસે ગુનો નોંધ્યો છે. કતારગામ મેઇન રોડ પર જ્યોતિ કોમ્પલેક્ષમાં બીજા માળે હીરાનું કારખાનું આવેલું છે. રવિવારે કારખાનું બંધ હતું.



તે દરમિયાન તસ્કરોએ મોડીરાતે કારખાનામાં ગ્રીલનું તાળું તોડી અંદર પ્રવેશી ટેબલનાં ડ્રોઅરમાંથી 108.21 કેરેટનાં 3 લાખના હીરાની ચોરી કરી ગયા હતા. ઉપરાંત ચોરોએ હીરાનાં  કારખાનાની બાજુમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલમાંથી રૂપિયા 25 હજારની રોકડ તેમજ ટ્રાવેલ્સની ઓફિસમાંથી 15 હજારની રોકડ મળી 3.40 લાખની રોકડ અને હીરાની ચોરી કરી ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application