સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલ.સી.બી પોલીસનાં માણસોને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, એક નંબર વિનાની સફેદ કલરની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી તાંતીથૈયા ગામે લાવવામાં આવનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે કડોદરાથી બારડોલી સ્ટેટ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી મુજબની કાર આવી ચઢતા તેને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 456 જેની કિંમત રૂપિયા 42,000/- અને મોબાઇલ તથા ઇકો કાર રોકડ મળી કુલ રૂપિયા 3,42,910/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને પોલીસે ઇકો કારનો ચાલક રતન ગણેશ પ્રજાપતિની અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500