માંડવી-કડોદ રોડ પરથી પસાર થતાં બાઈક સવારોને ઝાંખલા આગળ કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બંનેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, બારડોલીનાં હરિપુરા ગામના રહીશ સુમીત વિનોદભાઈ ગામીત (ઉ.વ.32)કે જેઓ કોસમાડી ગામે સિક્યુરીટીમાં નોકરી કરતાં હોય તેઓ સુમીતના માસીભાઈ અનિકેતભાઈ નટુભાઈ ચૌધરી (ઉ.વ.22, રહે.કેવડીયા) કે જેઓ હાલ કેટલાક સમયથી હરિપુરા જ રહેતા હતાં. જોકે બંને મિત્રો બાઇક નંબર GJ/19/AP/2600 લઈને માંડવીનાં બૌધાનિયા દરવાજા ખાતે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતાં. જ્યાંથી પરત ફરતી વેળા ઝાંખલા ગામના પાટિયાથી આગળ કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈ લીધા હતાં અને બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application