સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં વલથાણ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી અજાણ્યા પુરુષ ઇસમનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર કામરેજના વલથાણ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
જયારે આશરે 40થી 45 વર્ષીય યુવાનનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા કામરેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈસમના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. જોકે મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોવાથી તેના પરિવારજનોની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application