બારડોલી નગરનાં અલંકાર ચાર રસ્તાથી નાંદીડા ગામ તરફ જતા તેન રોડ ઉપર ડિવાઇડર નજીકથી બારડોલીનાં પરષોત્તમ નગરમાં રહેતો અને મૂળ નેત્રંગનો રહેવાસી દિપક મનોજભાઈ વસાવા નામનો 33 વર્ષનો યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. બારડોલીનાં તેન રોડ ઉપર ડિવાઈડર નજીક પડી ગયેલા હોવાનું જણાતા એક યુવકને લોકોએ પાણી પાઇ સાઇડ ઉપર ખસેડતા યુવકે પોતાની ગાડી ક્યાં છે, આપી દો મુજબનું જણાવી પોતે નજીકમાં આવેલી ગલીનાં ખેતરાડી તરફ જતા માર્ગમાં બેસી ગયો હતો. ખેંચની બીમારીથી પીડાતો હોવાનું જણાતા યુવકનું મૃત્યુ થયું હતું. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application