સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ બની છે અને સુરત જિલ્લામાં પાણી ભરાતા લોકોનાં જીવન પર અસર જોવા મળે છે જેમાં સુરત જિલ્લાની મીંઢોળા નદી ભારે વરસાદનાં કારણે ગાંડીતૂર બની છે અને મીંઢોળા નદીના પાણી બારડોલી નગરના તલાવડી વિસ્તાર અને ખાડા નગર વિસ્તારમાં ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હાલ બારડોલી વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ આશરો આપવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી જિલ્લામા તેમજ સુરત જિલ્લામા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદના કારણે નદી નાળામાં મોટી માત્રામાં પાણીની આવક થઇ છે.
બારડોલી તાલુકામાં પસાર થતી મીંઢોળા નદી હાલ ગાંડીતૂર બની ગઈ છે. નદી હાલ બે કાંઠે વહી રહી છે. મીંઢોળા નદીના પાણી બારડોલી નગરના તલાવડી વિસ્તાર તેમજ ખાડા નગરમાં ઘુસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બારડોલી તાલુકા વહીવટી વિભાગના માણસો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને બારડોલી નગરના ખાડા વિસ્તારમાંથી તેમજ તલાવડી વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને નજીકમાં આવેલી કુમાર શાળામાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં આશરો આપવામાં આવ્યો હતો.
જ્યાં સુધી મીંઢોળા નદીના પાણી ન ઓસરે ત્યાં સુધી અહીંયા જ રહેવા અપીલ કરાઇ હતી. ભારે વરસાદ અને બીજું બાજુ મીંઢોળા નદીના પાણી તલાવડી વિસ્તાર અને ખાડા વિસ્તારમાં ઘુસી જતા લોકોના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયું છે. લોકોની ઘરવખરી ને નુકશાન પહોચ્યું છે, તંત્ર દ્વારા સમયસર પહોંચી સાવચેતીના પગલાં ભરતા સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ઉલ્લેખનિય છે કે, સુરત જિલ્લામાં આગામી 3 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે, સંબધિત અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા સુરત જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500