કોસંબાના હથુરણ ગામે અજાણ્યા ઇસમે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસની હદમાં હથુરણ ગામે આવેલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.2 અપ લાઈનના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી જયપુર બાંડ્રા ટ્રેનની સામે 50થી 55 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ બનાવના સ્થળે દોડી આવી અજાણ્યા ઇસમની લાશનો કબજો લઇ જેની ઓળખ અંગે કવાયત હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application