Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં ભૂતપોર ગામનાં વૃદ્ધનું કાર અડફેટે આવતાં ઘટના સ્થળે મોત

  • December 29, 2022 

પલસાણાનાં ભૂતપોર ગામે રહેતા વૃદ્ધિ પિતા પોતાની દીકરીને મળવા પગપાળા કણાવ ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન હાઇવે ક્રોસ કરતી વખતે બારડોલી તરફથી આવતી બેફામ કારે અડફતે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, પલસાણાનાં ભૂતપોર ગામે છવ્વીસ ગાળામાં રહેતા મંગાભાઈ નાથુભાઈ રાઠોડ (ઉ.વ.68)નાઓ મંગળવારેનાં રોજ બપોરનાં સમયે કણાવ ગામે રહેતી દીકરીને મળવા પગપાળા જઈ રહ્યા હતા.




તે દરમિયાન ભૂતપોર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-53 ક્રોસ કરતા સમયે બારડોલી તરફથી પલસાણા જતા ટ્રેક પર બારડોલી તરફથી બે ફામ આવતી બ્રિઝા કાર નંબર GJ/19/BA/0623નાં ચાલક રાકેશભાઈ સુભાસભાઈ બાફના (રહે.પુષ્પદીપ બંગલોઝ, પાટીદાર જિન કમ્પાઉન્ડ સરદાર બગાયતની સામે, બારડોલી) નાઓએ મંગાભાઈ રાઠોડને અડફટે લેતા વૃદ્ધને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકમાં દીકરા ભીખાભાઇ રાઠોડે કાર ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકના ગુનો નોંધાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application