Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : એક વર્ષથી ગૌ તસ્કરીનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • December 21, 2022 

સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન શાખાના માણસો અલગ-અલગ ટીમો બનાવી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા બાબતે ચોક્કસ દિશામાં કામગીરી શરૂ કરી હતી જે દરમીયાન રવિવારના રોજ SOG પોલીસની ટિમ ઝંખવાવ પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે, વલસાડ જીલ્લાના ડુંગળી પોલીસ મથકમાં નોંધાયેલા ગૌ તસ્કરીના ગુનાનો નાસતો ફરતો આરોપી યાકુબ મોહમ્મદ મુલ્તાની નાનો ઝંખવાવ વૈદેહી પેટ્રોલપંપ પાસે ઉભેલ છે જેણે શરીરે સફેદ કલરનો કોફી કલરની ચેક્સવાળો શર્ટ તથા કમળે બદામી કલરનો પેન્ટ પહેરેલ છે.




જે બાતમી આધારે પોલીસની એક ટીમે ઝંખવાવ ચાર રસ્તાથી નીકળી વૈદેહી પેટ્રોલપંપ ખાતે બાતમીવર્ણન મુજબનો ઇસમ ઉભેલો જોતાં તેને પકડી પાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ યાકુબ મોહમદ મુલતાની (રહે.મુલતાની ફળિયું, ઝંખવાવ, તા.માંગરોળ) તેમજ ગુનાની કબૂલાત કરી હતી પોલીસે તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ઝંખવાવ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News