ઉત્તરપ્રદેશનાં ઉન્નાવ જિલ્લાનાં મોરવા પોલીસ સ્ટેશનના અપહરણ ગુનામાં નાસતા ફરતા આરોપીને કોસંબા પોલીસે માંગરોળનાં પીપોદરા નજીકથી ઝડપી લીધો હતો અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે પોલીસ સ્ટાફને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જે અનુસંધાને કોસંબા પોલીસ દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે કોસંબા પોલીસને બાતમી મળી હતી કે, ઉત્તરપ્રદેશનાં ઉનાવ જિલ્લાના મોરાવા પોલીસ સ્ટેશનના એક અપરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી પ્રમોદ ઉર્ફે તુલસી રામ મોહનલાલ જેઓ હાલ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામ ખાતે આવેલો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. તેમજ ભોગ બનનાર સગીરાનો કબજો તેઓના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application