Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : જુગાર રમતા 8 જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • March 15, 2023 

ઓલપાડ તાલુકાનાં સાયણ સુગર ફેક્ટરી રોડ શીવાજીનગરમાં શીવમ બિલ્ડીંગ નંબર-02નાં પાર્કીંગમાં કેટલાક ઇસમો ભેગા મળી ગંજી પાનાથી તીન પત્તીનો પૈસા વતી હાર જીતનો જુગાર રમે છે. જે બાતમીનાં આધારે ઓલપાડ પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર જઈ રઈડ કરતા સ્થળ પરથી જુગાર રમતા કુલ 8  જુગારીઓને ગંજી પાના વડે પૈસા વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ તેઓ પાસેથી અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા 25,230/- તથા દાવ ઉપરનાં રોકડા રૂપિયા 5730/- અને 5 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 61,020/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 






જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ...


1.સંતોષ રાજેન્દ્ર મલિક (રહે.સાયણ ગામ, શીવાજીનગર, ઓલપાડ),

2.પ્રશાંત ચંદર મલિક (રહે.સાયણ ગામ, શીવાજીનગર, ઓલપાડ),

3.અમીત સંતોષ પ્રધાન (રહે.સાયણ ગામ, શીવાજીનગર, ઓલપાડ),

4.ગોપીનાથ નારાયણ સ્વાઇ (રહે.સાયણ ગામ, શીવાજીનગર, ઓલપાડ),

5.ગુરૂનાથ કંપો સાસમલ (રહે.સાયણ ગામ, શીવાજીનગર, ઓલપાડ),

6.નબાગંજ નારાયણ સ્વાઇ (રહે.સાયણ ગામ, શીવાજીનગર, ઓલપાડ),

7.સંજય સુભાષ બરાડ (રહે.સાયણ ગામ, શીવાજીનગર, ઓલપાડ) અને

8.અરૂણ ઉર્ફે ટીંગરી જય પોલાઇ (રહે. સાયણ ગામ, શીવાજીનગર, ઓલપાડ).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application