કડોદરા પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રીક્ષા તેમજ ટેમ્પા જેવા કોમર્શિયલ વાહનની બેટરી ચોરાઈ જવાની ઘટનાઓ અવારનવાર બનવા પામી હતી થોડા રૂપિયાની મતા ચોરાઈ જવાથી ભોગ બનનારો પોલીસ ફરિયાદ આપવાનું ટાળી રહ્યા હતા ગત તારીખ 1 એપ્રિલનાં રોજ કડોદરાનાં આવેલ બાલાજી નગરમાં રહેતા કેતનભાઈ ડાહ્યાભાઈ વાંસફોડના ટેમ્પા નંબર GJ/19/Y/9362 માંથી બેટરી ચોરાઈ ગઈ હતી તેમને પોતાના ઘરમાં લગાવેલા CCTV ફૂટેજમાં કેપ્ચર થયેલા ચોરનાં ફૂટેજ કડોદરા પોલીસને આપી અજાણ્યા ચોર વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
કડોદરા પોલીસને સયુંકત રાહે મળેલી બાતમીનાં આધારે સત્યમ નગરનાં નાકે આવેલ ભંગારનાં વેપારીને મોટરસાઇકલ નંબર GJ/19/BG/0554 પર બેટરી વેચવા જતા દિપક શત્રુઘ્ન દેવબાલ્ક પાંડે (ઉ.વ.23, રહે.મકાન નંબર-257, તિરુપતિ સોસાયટી, કડોદરા)નાંની અટક્યાય કરી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી.
તેમજ વધુમાં આવી 13 જેટલી બેટરીઓ તેઓ પાસે હોવાનું કબૂલાત પોલીસે આરોપી પાસેથી 13 બેટરી તેમજ ગેસનો બોટલ પણ કબ્જે કર્યો હતો પોલીસે ચોરીની બેટરી વેચાતી લેનાર શિવ કુમાર ભગવાનદાસ ચૌધરી (રહે.વિહાર સાઇ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર સમ્રાટ મહોલ્લો પ્રિયંકા ગ્રીન સીટી)ની અટક્યાત કરી 13 બેટરી, મોટરસાઇકલ, ગેસ બોટલ સહિત 40 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500