Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં બલેશ્વર ગામની સીમમાંથી યુવક દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે ઝડપાયો

  • December 21, 2022 

પલસાણાનાં બલેશ્વર ગામની સીમમાં આવેલ એક હોટલની સામે નેશનલ હાઇવે પર એક યુવક દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે મળી આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહીતી અનુસાર, પલસાણા પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ પેટોલીંગમા હતા. તે સમયે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઇવે પર આવેલ ગોકુલ હોટલ પાસે જાહેરમાં એક યુવક દેશી હાથ બનાવટની પીસ્તોલ લઇ ફરી રહ્યો છે.




જે બાતમી આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે વિનોદ નાગજીરામ મુંગીલાલ તૈલી (ઉ.વ.22, રહે.નીલમ હોટલની પાછળ, કાન્તીભાઇ મારવાડીની બીલ્ડીંગમાં શાંતિનગર, કડોદરા, મુળ રહે.રાજસ્થાન) નાને એક દેશી હાથ બનાટલની પીસ્તોલ જેની કિંમત રૂપિયા  15 હજાર તેમજ 1 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 20 હજારનો મુદ્દામાલ કબ્જે કરી યુવક વિરુદ્ધ આર્મ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application