Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક યુવકનું મોત, અજાણ્યા ચાલક સામે ગુનો દાખલ

  • February 13, 2023 

સુરતનાં કામરેજ તાલુકાનાં કઠોદરા ગામે રહેતો યુવકે ખડસદ ગામની સીમમાં અન્ય બાઈક સાથે અકસ્માત સર્જાતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. મળતી માહીતી અનુસાર, મૂળ ભાવનગરનાં શિહોરનાં અને હાલ કામરેજ તાલુકાનાં કઠોદરા ગામે મારુતિ નંદન રો-હાઉસનાં મકાન નંબર-50માં રહેતા અતુલભાઈ ભુપતભાઇ કેવડિયા (ઉ.વ.35) નાઓ ગત તા.9 ફેબ્રુઆરીનાં રોજ પોતાની હોંડા સાઈન બાઈક લઈ કામરેજનાં ખડસદ ગામેથી સરથાણા જતાં રસ્તા પરથી પસાર થતાં હતા.





તે સમયે સામેથી અજાણી બાઈક ચાલક સાથે ટક્કર લાગતા ભુપતભાઇ રોડપર પટકાતા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. ઘટના અંગે મૃતકના નાનાભાઈ પારસભાઈએ કામરેજ પોલીસ મથકના અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application