સુરતનાં માંડવી તાલુકાનાં ધજગામે રહેતો યુવાન દિવસે શિક્ષકની નોકરી કરતા અને રાતે GRD તરીકે ફરજ બજાવતો યુવાન રાતે બાઈક લઈ પોતાના ઘરે આવી રહ્યો હતો. ત્યારે રસ્તાની બાજુમાં ઉભેલ ટ્રેકટર સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં ધજગામે નિશાળ ફળિયામાં રહેતા ખેડૂત પરિવારનો સંજયભાઈ ભારજીભાઈ વસાવા દિવસ દરમિયાન ખાનગી શાળામાં અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને રાતે માંડવી પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે ફરજ બજાવતો હતો.
જોકે તેઓ ગત તા. 21 જાન્યુઆરીનાં રોજ સાંજે પોતાની બાઈક GJ/05/KL/1005 લઈ પોતાના ઘરે આવી રહ્યા જતા તે દરમિયાન માંડવીથી ઉમરપાડા જતા રોડ પર લીમ્ધા પહેલા રાઈસ મિલ પહેલા રસ્તા પર જ્હોન દિયર કંપની ટ્રેકટર નંબર GJ/19/AA/1696 સિગ્નલ વગર ઉભુ હતુ જેની પાછળ ધડાકા ભેર અથડાતા મોટરસાયકલ સવાર યુવાન સંજય વસાવાને શરીરે ગંભીર ઇજાઓ થતાં માંડવી સરકાર દવાખાને લઈ જવાના ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે મૃતકના ભાઈએ ટ્રેકટર ચાલક વિરુદ્ધ માંડવી પોલીસ મથકના ગુનો નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application