સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામની સિમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-48 પર સંજીવની હાઉસિંગ સોસાયટીના ગેટ સામેથી હાઇવે પર ભરાયેલા વરસાદના પાણીમાંથી વહેલી સવારે એક અંદાજીત 30 વર્ષના યુવાનની લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતુ. અકસ્માત પોલીસે તપાસ કરતા યુવકનું નામ નવજોતસિંગ કૌર હોવાનું બહાર આવ્યું હતુ. જોકે ગતરોજ મળસ્કે નવજોતસિંગ કૌર હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે મૃતકના પરિવારનો સંપર્ક કરતા મૃતકના મામાએ ગુનો નોંધાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application